મોરબીના માર્કેટ યાર્ડમાં દારૂનું કટિંગ !: 108 બોટલ દારૂ, બે કાર સાથે ત્રણ શખ્સ પકડાયા: એકની શોધખોળ
મોરબી શહેર-તાલુકામાં જુગારની આઠ રેડ: આઠ મહિલા સહિત 22 જુગાર રમતા ઝડપાયા, ત્રણ ફરાર
SHARE
મોરબી શહેર-તાલુકામાં જુગારની આઠ રેડ: આઠ મહિલા સહિત 22 જુગાર રમતા ઝડપાયા, ત્રણ ફરાર
મોરબી શહેર અને તાલુકામાં જુગારની આઠ રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે કુલ મળીને આઠ મહિલા સહિત 22 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુણના નોંધવામાં આવેલ છે જો કે, પોટરી શાળા પાસે રેડ કરી હતી ત્યારે નાશી ગયેલા ત્રણ શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકાના લાલપર ગામે હનુમાન મંદિર વાળી શેરીમાં લીમડા ચોક પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મહિલાઓ મળી આવી હોય પોલીસે વસંતબેન બળદેવભાઈ પટેલ (55), રંજનબેન પરેશભાઈ ટાંક (42), સુમનબેન પ્રવીણભાઈ વરમોરા (34), લતાબેન હિતેશભાઈ રામાનુજ (37), જાગૃતિબેન રાજુભાઈ લો (37), ભારતીબેન હિતેશભાઈ પઢારીયા (45), પ્રભાબેન શામજીભાઈ જાંબુકિયા (45) અને રીમાબેન કિશોરભાઈ રવાણી (40) રહે બધા લાલપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 29,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે
મોરબીમાં સોઓરડી નજીક આવેલ પોટરી તાલુકા શાળા પાસે જાહેરમાં બાવળી નીચે જુગાર રમતા હોવાની હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે, પોલીસે સ્થળ ઉપરથી કુરનેશ ઉર્ફે કુરો સુરેશભાઇ ઝાપડા (22), અશોકસિંહ જસુભા જાડેજા (42) અને જયદીપભાઇ ભાગવતભાઈ રામાનુજ (36) નામના ત્રણ શખ્સોની 39,400 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સોમાં નીતિનભાઈ અરજણભાઈ સિયાર, જગદીશભાઈ ભરતભાઈ સીયાર અને પ્રવીણભાઈ ઉર્ફે ડોડો મોતીભાઈ નાસી ગયેલ છે જેથી કરીને 6 શખ્સોની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે નાસી ગયેલા ત્રણ શખ્સોને પકડવા તજવીજ શરૂ કરી છે
મોરબીની લીલાપર ચોકડી પાસે સ્મશાન નજીક જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા ઇમરાનશા કરીમશા શામદાર (32) અને ઈબ્રાહીમભાઇ મોતીશા શાહમદાર (46) વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 450 રૂપિયાની રોકાડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે આવી જ રીતે મોરબી તાલુકાના પાનેલી રોડ ઉપર સીરામીક કારખાના પાછળ જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભીખાભાઈ કુકાભાઈ સાઢમીયા (40), રાયધનભાઈ સારાભાઈ સાઢમીયા (30) અને જયંતીભાઈ સારાભાઈ સાઢમીયા (28) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 950 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે મોરબીના સાપર ગામે સીમમાં કેનાલ પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કાદરભાઇ સીદીકભાઇ મોવર (35), સુભાનભાઈ હબીભાઈ માયર (23) અને અફસલભાઈ અકબરભાઈ કુરેશી (29) રહે. બધા જ કાંતિનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 320 ની રોકડ કબજે કરી હતી
મોરબી તાલુકાના વનાળીયા ગામના ઝાપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હુસેનભાઇ કાસમભાઇ સુમરા (50) રહે. વીસીપરા વિજયનગર પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો અને પોલીસે 210 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબી તાલુકાના ઘૂટું રોડે સિમપોલો સીરામીક કારખાના પાસે રોડ ઉપર જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશોરભાઈ કાંતિલાલ અદગામા (50) રહે. ત્રાજપર મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 310 રૂપિયાની રોકડ કબજે કરી હતી. મોરબીના ટિંબડી ગામની બાજુમાં આવેલ ન્યુ રામેશ્વર વેબ બ્રિજ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં જુગારની રેડ કરીને પોલીસે શેરમહમદ ઈબ્રાહીમભાઇ ભટ્ટી (28) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળાની 250 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે.