હળવદ-વાંકાનેર તાલુકામાં જુગારની પાંચ રેડ: 10 શખ્સ ઝડપાયા, બે ની શોધખોળ
મોરબીના માર્કેટ યાર્ડમાં દારૂનું કટિંગ !: 108 બોટલ દારૂ, બે કાર સાથે ત્રણ શખ્સ પકડાયા: એકની શોધખોળ
SHARE
મોરબીના માર્કેટ યાર્ડમાં દારૂનું કટિંગ !: 108 બોટલ દારૂ, બે કાર સાથે ત્રણ શખ્સ પકડાયા: એકની શોધખોળ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડની દુકાન પાછળ ખુલી જગ્યામાં ગાડીઓ ઉભી રાખીને ત્યાં દારૂની હેરાફેરી કરતા હતા દરમિયાન પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 108 બોટલ સાથે ત્રણ શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ અને બે કાર મળીને કુલ 2,89,640 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યા છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડની દુકાનની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં બે કાર ઊભી હતી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી મારુતિ વેગેનાર કાર નંબર જીજે 13 એન 0452 તથા આઈ-10 કાર નંબર જીજે 3 ડીએન 0160 મળી આવી હતી હતી અને તે બંને કારને ચેક કરી હતી ત્યારે કુલ મળીને દારૂની 108 બોટલ મળી આવતા પોલીસે 89,640 ની કિંમતનો દારૂનો જથ્થો તથા બે લાખ રૂપિયાની કિંમતની બે ગાડી આમ કુલ મળીને 2,89640 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી નજીરભાઈ રહીમભાઈ સુમરા (34), રહે જામનગર રોડ માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી કૃષ્ણનગર સોસાયટી શેરી નં- 13 રાજકોટ મૂળ રહે સોઓરડી મોરબી, પાંચારામ ઠાકરારામ તેતરવાલ (32) રહે. લુખુ બિશ્નોઇ કી ઢાણી તાલુકો ધોરીમન્ના જીલ્લો બાડમેર રાજસ્થાન અને સમીરભાઈ રફિકભાઈ પલેજા જાતે સંધિ (25) રહે કાલિકા પ્લોટ-6 બાવા અહેમદશાહની મસ્જિદ વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મનીષ પ્રજાપતિ રહે. સુરેન્દ્રનગર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે ચાર શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને મનીષ પ્રજાપતિને પકડવા માટે તજવીક ચાલી રહી છે
ત્રણ ચપલા
મોરબી વીસીપરામાં સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા જેથી 300 ની કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો અને આરોપી ઇમરાનભાઇ ઉર્ફે ઇરાન નુરમામદભાઇ મોવર (44) રહે. વીસીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર ૧ મોરબી વાળાની ધરપકડ કરેલ છે