હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે


SHARE













મોરબી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર ૧૫ વય જૂથના ખેલાડી એટલે કે તારીખ ૦૧/૦૧/૨૦૦૯  પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પસંદગી પ્રક્રિયામાં હાઈટના માપદંડની વાત કરીએ તો ૧૨ વર્ષના ભાઈઓ માટેની ઊંચાઈ ૧૬૬+ તથા બહેનો માટે ૧૬૧+,૧૩ વર્ષના ભાઈઓ માટે ૧૭૧+ તથા બહેનો માટે ૧૬૪+, ૧૪ વર્ષના ભાઈઓ માટે ૧૭૭+ તથા બહેનો માટે ૧૬૯+ તેમજ ૧૫ વર્ષના ભાઈઓ માટે ૧૮૨+ તથા બહેનો માટે ૧૭૧+ નિર્ધારિત કરવામાં આવી છે.આ પસંદગી પ્રક્રિયા માટે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે જન્મ તારીખનો દાખલો અને આધારકાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) તા ૯ થી ૧૧ વચ્ચે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. વધુ વિગત માટે કન્વીનર વિજય ચૌધરી (૯૬૩૮૮ ૧૭૭૩૮) અને હર્ષદ પટેલ (૮૯૮૦૫ ૧૬૩૦૬) નો સંપર્ક કરવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યુ છે.






Latest News