મોરબી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે
મોરબીમાં પ્રમુખ બંગ્લોઝના પ્લોટમાં બની રહેલા પેટ્રોલપંપનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
SHARE









મોરબીમાં પ્રમુખ બંગ્લોઝના પ્લોટમાં બની રહેલા પેટ્રોલપંપનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબીમાં આવેલ પ્રમુખ બંગ્લોઝના મુખ્ય રોડ પર સોસાયટીના પ્લોટમાં પેટ્રોલ પંપ બનાવવામાં આવી રહ્યો છે જેથી કરીને હાલમાં સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવેલ છે અને આ બાબતે વાંધો લઈને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આ પેટ્રોલપંપનું કામ રોકવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબીના કેનાલ રોડે આવેલ પ્રમુખ બંગ્લોઝના રહેવાસીઓને બિલ્ડરે બાહેંધરી આપી હતી કે, ત્યાં કોઈ કોમર્શિયલ બાંધકામ કરવામાં આવશે નહીં પરંતુ પ્રમુખ બંગ્લોઝના પ્લોટ નં-૫ માં પેટ્રોલપંપનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ત્યાં આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે જેથી કરીને આ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરીએ પહોચીને હાલમાં જે પેટ્રોલપંપ બનાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે તેને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે.
વધુમાં લોકોએ અધિકારીને જણાવ્યુ હતું કે, આજથી સાત મહિના પહેલા પેટ્રોલપંપની સામે વાંધા અરજી આપેલ છે પરંતુ તેને ધ્યાને લેવામાં આવેલ નથી અને રહેણાક પ્લોટમાં પેટ્રોલપંપ બનાવવાનું કામ ચાલુ રાખવામા આવ્યું છે. જે વિસ્તારમાં આ પંપ બની રહ્યો છે ત્યાં અંદાજે 1,500 જેટલા લોકો રહે છે. ત્યાં જો ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. અને આ પ્લોટના માલિકને પેટ્રોલપંપ ન બનાવવા માટે કહ્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે, તંત્ર અમારી સાથે છે, તમારાથી જે થાય તે કરી લો. ત્યારે સવાલ એ ઊઠે છે કે રહેણાક માટેના પ્લોટ ઉપર પેટ્રોલ પંપ બનાવવા માટે મંજૂર કેવી રીતે આપવામાં આવેલ છે તેની તપાસ કરવામાં આવે તો કેટલાકના પગ નીચે રેલો આવે તેવી શક્યતા છે.
