હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક વીજપોલ સાથે ટ્રક અથડાતાં શોર્ટ લાગવાથી યુવાન સારવારમાં


SHARE













મોરબીના ગાળા નજીક વીજપોલ સાથે ટ્રક અથડાતાં શોર્ટ લાગવાથી યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં વીજ શોટ લગતા યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં રહેતા આલમભાઈ અમનભાઈ (34) નામનો યુવાન ટ્રક લઈને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક વીજપોલ સાથે અથડાતા શોર્ટ લાગ્યો હતો જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની વધુ તપાસ જે.બી. પરમાર રહ્યા છે

મહિલા સારવારમાં

ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા પટેલ ચાંચીબેન પ્રેમજીભાઈ (81) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને સારવાર માટે વૃદ્ધાને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી છે.

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા લીંબાભાઇ પરમારની સાત વર્ષની દીકરી કોમલ રમતા રમતા તળાવમાં પડી ગઈ હતી જેથી તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News