મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં યુવાને વેપારીઓને ઉધારીમાં માલ આપેલ હતો જેના રૂપિયા સમયસર આવેલ ન હતા અને કારખાનામાં રૂપિયા આપવાના હતા જેથી કરીને તે યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા અને ધીમેધીમે કરતાં તે પાંચ વ્યાજખોરના ચુંગલમાં ફસાયો હતો અને તેની પાસેથી વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પોલીસે પહેલા ત્રણ આરોપીને પકડ્યા હતા અને હાલમાં બે આરોપીની ધરપકડકરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં આવેલા નાની કેનાલ પાસે અવધ-4 માં રહેતો અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં ગૌરવભાઇ દલસુખભાઈ કાવર (25)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઇ બોરીચા રહે. ફડસર, મહેશભાઇ રબારી રહે. શનાળા, નરેશભાઇ ઠાકોર રહે. શનાળા, ભરતભાઇ બોરીચા રહે. મોરબી અને જયદીપભાઇ બોરીચા રહે. મીતાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તે લાલપર પાસે સીરામીક પ્લાજામાં ટાઇલ્સનુ ટ્રેડીંગનો ધંધો કરે છે અને આજથી આશરે સાડા ત્રણેક મહીના પહેલા અલગ અલગ વેપારીઓને ઉધારીમા ટાઇલ્સ આપેલ હતી અને વેપારીઓ પાસેથી સમયસર રૂપીયા આવેલ ન હતા જેથી કરીને જે કારખાનામાંથી ટાઇલ્સ લીધેલ હતી તેને રૂપિયા આપવાના હતા જેથી ફરિયાદી તેના મિત્ર સંજયભાઈ બોરીચા પાસેથી 10 લાખ વ્યાજે લીધેલ હતા અને ત્યાર બાદ સમયાંતરે બીજા ચાર શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા જે વ્યાજખોરો દ્વારા તેની પાસેથી વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને અવાર નવાર ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ગુનાની તપાસ કરી રહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરકર અને તેના રાઇટર ધ્રુવરાજસિંહ પાસેથી મળેલ માહિતી મુજબ આ ગુનામાં પહેલા ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં આરોપી મહેશભાઇ મેપાભાઈ ખાંભલા જાતે રબારી (31) રહે. શનાળા અને નરેશભાઇ જીલાજી મૂલડિયા જાતે ઠાકોર (29) રહે. તુલસીપર્ક પાસે શનાળા મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News