હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રોડનું કામ ચાલુ હોય HDFC થી રામ ચોક સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ


SHARE













મોરબીમાં રોડનું કામ ચાલુ હોય HDFC થી રામ ચોક સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

મોરબી નગરપાલિકા રોડ નવીનીકરણ અન્વયે દ્વારા એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી રામ ચોક સુધીના રોડના નવીનીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી રામ ચોક સુધીના રોડના પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નગરપાલિકા સબંધિત વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રોડ પરના વાહનોના પ્રવેશ પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે ગાંધીચોક થી રવાપર રોડ થઈ બાપાસીતારામ ચોક તરફ જઈ શકાશે. રવાપર થી આવતા વાહનો બાપા સીતારામ ચોક થઈ સરદાર પટેલ ચોક (નવા બસ સ્ટેન્ડ) થઈ સનાળા રોડ તરફના રસ્તાનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકશે. આ રવાપર રોડ ઉપર રહેણાંક મકાનો બિલ્ડીંગ સ્કૂલ વગેરે વધુ પ્રમાણમાં આવેલા હોવાથી અને આ રોડ રવાપર ગામ તરફ જવા માટેનો મુખ્ય રોડ હોવાથી વાહન વ્યવહાર વધુ પ્રમાણમાં રહેતું હોય સનાળા રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે.

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પ્રવેશબંધી
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા. 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશવું નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.






Latest News