મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં દિવ્યાંગો માટે વિવિધ જગ્યાઓએ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.

આ કેમ્પ અનુસંધાને તા. 10 ના રોજ જનરલ હોસ્પિટલ- મોરબી, તા.24 ના રોજ બી.આર.સી. ભવન- ટંકારા, તા. 8/10 ના રોજ સરકારી હોસ્પિટલ- વાંકાનેર, તા. 22/10 ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર- માળીયા તેમજ તા. 5/11 ના રોજ નવજીવન વિકલાંગ સેવાશ્રય- હળવદ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ દરમિયાન મેડિકલ કેમ્પ યોજાશે.

આ વિવિધ કેમ્પમાં માટે સાયકાટ્રીસ્ટ તરીકે ડૉ. પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ. દીપ ભાડજા, ઓર્થોપેડિક સર્જન તરીકે ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા, સાયકોલોજિસ્ટ તરીકે ડો.પદ્મ કુંવરબા હોસ્પિટલ-રાજકોટ, કાઉન્સેલર તરીકે ભાવેશ છાત્રોલા અને ડી.ઇ.ઓ. તરીકે દિવ્યેશ સીતાપરા સહિત નિષ્ણાંતો સેવા આપશે. મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News