મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ


SHARE







































મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ

તાજેતરમાં પર્યુષણ પર્વ પૂર્ણ થયેલ છે અને દર વર્ષે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. આજે પ.પૂ. બોધિદર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની આગેવાન હાજરીમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા દેરાસરેથી ચાંદીની પાલખીમાં ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા અને મોરબીના ગ્રીન ચોક, નાગર દરવાજા ચોક, સરદાર રોડ, સવાસર પ્લોટ થઈને આ નગરયાત્રા મોરબીના શનાળા રોડે આવેલ જૈન દેરાસરે પહોચી હતી અને મોરબી દરબારગઢ સંઘ દ્વારા આ શોભાયાત્રાનું આયાઓજ્ન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પારણાનો લ્હાવો શાહ પરિવારે, પાલખીનો લ્હાવો અજમેરા પરિવારે અને સારથીનો લ્હાવો સોલાણી અને વોરા પરિવારે લીધો હતો. તેવું સંઘના ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી પાસેથી જાણવા મળેલ છે














Latest News