મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીના હરિપર (કે) પાસે કારખાનામાં મજૂરની ઓરડીમાંથી 149 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE





મોરબીના હરિપર (કે) પાસે કારખાનામાં મજૂરની ઓરડીમાંથી 149 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના હરીપર ગામ તરફ જવાના રસ્તે આવેલ કારખાનામાં મજૂરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 149 બોટલ મળી આવતા પોલીસે 94,140 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ભરતનગર ગામની સીમમાં આવેલ કમ્ફર્ટ ચેયર નામના કારખાનામાં મજૂરની ઓરડી માં રહેતા શખ્સ ની ઓરડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની 149 બોટલ મળી આવતા પોલીસે 94,140 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કલારામ ઉર્ફે કૈલાશ હંસારામ દયા જાતે વાણંદ (19) રહે. વેડીયા ગામ જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરે છે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલને તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં આગળની તપાસ કરવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડાને સોંપવામાં આવેલ છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 400 ની કિંમતની દારૂની બોટલ સાથે પ્રતિકભાઇ ઉર્ફે પતિયો દશરથભાઈ ડાયમા જાતે ખવાસ રજપૂત (33) રહે પચ્ચીસ વારિયા દલવાડી સર્કલ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ

મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં મંદિરની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1,800 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ભગીરથસિંહ ઉર્ફે ભગી સુરુભા ઝાલા (33) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે




Latest News