મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીમાં સરદાર સોસાયટી સામે આવેલ ધર્મવિજય સોસાયટીમાં નવા બનતા બહુમાળીમાં પાંચમાં માળે સેન્ટીંગ ખોલતા સમયે યુવાન ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું અને આ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઠાકોર ફળિયુના રહેવાસી અને હાલમાં મોરબીમાં બાયપાસ રોડ નજીક આવેલ સરદાર સોસાયટી પાસે ધર્મ વિજય સોસાયટીમાં બાલાજી ડેવલોપર્સ દ્વારા જે બહુમાળીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ પુનાભાઈ બારીઆ જાતે કોળી (29) નામનો યુવાન પાંચમા માળે સેન્ટીંગ ખોલવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની દિનેશભાઈ સરતનભાઈ બારીઆ જાતે કોળી (36) રહે. હાલ ધર્મવિજય સોસાયટી મૂળ રહે દેવગઢ બારીયા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સિરામિક ખાતે રહેતા ચંદનભાઈ શેશનાથ યાદવ (25) નામના યુવાનનું કોઈ પણ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે






Latest News