માળીયા (મી)ના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોએ કપાસ ખરીદીને કરી 13.70 લાખની છેતરપિંડી
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલ બાઇક સાથે તાલુકા પોલીસે કરી આરોપીની ધરપકડ
SHARE
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલ બાઇક સાથે તાલુકા પોલીસે કરી આરોપીની ધરપકડ
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ રામજી મંદિરની બાજુમાં બાઈક પાર્ક કરવામાં આવ્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં તાલુકા પોલીસે આ ચોરાઉ બાઈકની સાથે પાનેલી રોડ ઉપરથી એક શખ્સની ધરપકડ કરેલ છે અને ચોરાઉ બાઇકને પણ કબજે કરીને આગળની કાર્યવાહી કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રામજી મંદિરની બાજુમાં રહેતા વેલજીભાઈ બીજલભાઇ હણ જાતે રબારી (46) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ગત તા. 27/11/2023 ના રાત્રિના 11:00 વાગ્યાથી બીજા દિવસે સવારના 04:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘર પાસે પાર્ક કરીને મુકેલ બાઇક નંબર જીજે 3 ઈએમ 9273 ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 25,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. તેવામાં મોરબી તાલુકા પોલીસની ટીમ જાંબુડિયાથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર નંબર પ્લેટ વગરનું બાઇક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને બાઈકના કાગળ વિષે પૂછપરછ કરી હતી ત્યારે સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતાં આ બાઇક મોરબીના ખારી વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઇકની સાથે આરોપી રાહુલભાઈ ભીમાભાઇ સીંચણાદા (19) રહે. પાનેલી રોડ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
અક્સમાતમાં ઇજા
મોરબીના રાજપર ગામે રહેતા બાબુભારતી લક્ષ્મણભારતી સુરેશા (69) નામના વૃદ્ધને રાજપર ગામ નજીક આવેલ મંદિર પાસે કોઈ બનાવમાં માથામાં અને ડાબા હાથે ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી