મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે રહેતા યુવાનને જમીનની મેટરમાં ન પાડવા ગર્ભિત ધમકી: દંપતીએ 15 હજારની ખંડણી માંગી !


SHARE











વાંકાનેરના તીથવા ગામે રહેતા યુવાનને જમીનની મેટરમાં ન પાડવા ગર્ભિત ધમકી: દંપતીએ 15 હજારની ખંડણી માંગી !

વાંકાનેરના તીથવા ગામે રહેતા યુવાનને જમીનની મેટરમાં ન પડવા છરી વાળો ફોટો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 15,000 ની ખંડણી માંગી હતી ત્યારબાદ યુવાન પાસેથી રોકડા 2,000 રૂપિયા કઢાવી લીધા હતા. અને આ યુવાનના ગામના મોમીન સમાજને ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી અને અશ્લીલ શબ્દો બોલે વિડિયો બનાવીને તે વિડિયો ઇન્સ્ટગ્રામમાં અપલોડ કર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બે પૈકીના એક આરોપીને પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા મોહમદતન્સીફ ઇબ્રાહીમભાઇ ખોરજીયા જાતે મોમીન મુસ્લિમ (26)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇમ્તિયાઝ દિલાવર શાહમદાર જાતે ફકીર (33) તથા નજમા ઇમ્તિયાઝભાઈ શાહમદાર રહે. બંને લાલસાનગર તીથવા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે,  ઈમ્તિયાઝ શાહમદાર અને તેના પત્નીએ ફરિયાદી યુવાનને સાહેદો મારફતે તથા બંને આરોપીઓએ રૂબરૂમાં જમીન મેટરમાં નહીં પડવા માટે રૂપિયા 10 થી 15 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને છરી વાળો ફોટો બતાવીને જાનથી મારી નાખવાની ગર્ભતી ધમકી આપી હતી તેમજ રોકડા રૂપિયા 2,000 તેની પાસેથી કઢાવી લીધા હતા અને બંને આરોપીઓએ ફરિયાદી યુવાનના ગામના મોમીને સમાજ વિશે ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી અને અશ્લીલ શબ્દો બોલી વિડીયો બનાવીને ઈમ્તિયાઝ શાહમદારે તેના ઇન્સ્ટગ્રામના આઈડી ઉપર તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મોમીને સમાજની ઉશ્કેરણી કરી જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કર્યું હતું જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી.એન.એસ. કલમ- ૩૦૮(પ), ૩૦૮(૪), ૩૫૨, ૩૫૧(૩), ૨૯૨, ૨૯૬, ૫૪ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં આરોપી ઇમ્તિયાઝ દિલાવર શાહમદાર જાતે ફકીર (33) રહે. તીથવા વાળાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News