મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડ પાસે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા આધેડનું સારવાર દરમ્યાન મોત


SHARE













વાંકાનેર માર્કેટ યાર્ડ પાસે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા આધેડનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેર નજીક આવેલ માર્કેટ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણી કારના ચાલકે હફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતી દેવડી ગામ પાસે રહેતા ધારાભાઈ લવજીભાઈ વિકાણી (50) નામના આધેડ ગઈકાલે સાંજે છેક વાગ્યાના અરસામાં વાંકાનેર માર્કેટ યાર્ડ પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી ધારાભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના પીપળી ગામની સીમમાં રહેતો અને કામ કરતો હિતેશભાઈ મંગાભાઈ રાઠોડ (32) નામનો યુવાન વાડીએ હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના કેરાળી ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા સાગરબેન ટપુભાઈ ભાંભર (40) નામના મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતા રમેશભાઈ પ્રેમજીભાઈ ધંધુકિયા (65) નામના વૃદ્ધને બીલીયા અને બગથળા ગામ વચ્ચે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી જે બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે.




Latest News