મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલ બાઇક સાથે તાલુકા પોલીસે કરી આરોપીની ધરપકડ
વાંકાનેરના તીથવા ગામે રહેતા યુવાનને જમીનની મેટરમાં ન પાડવા ગર્ભિત ધમકી: દંપતીએ 15 હજારની ખંડણી માંગી !
SHARE
વાંકાનેરના તીથવા ગામે રહેતા યુવાનને જમીનની મેટરમાં ન પાડવા ગર્ભિત ધમકી: દંપતીએ 15 હજારની ખંડણી માંગી !
વાંકાનેરના તીથવા ગામે રહેતા યુવાનને જમીનની મેટરમાં ન પડવા છરી વાળો ફોટો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 15,000 ની ખંડણી માંગી હતી ત્યારબાદ યુવાન પાસેથી રોકડા 2,000 રૂપિયા કઢાવી લીધા હતા. અને આ યુવાનના ગામના મોમીન સમાજને ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી અને અશ્લીલ શબ્દો બોલે વિડિયો બનાવીને તે વિડિયો ઇન્સ્ટગ્રામમાં અપલોડ કર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બે પૈકીના એક આરોપીને પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા મોહમદતન્સીફ ઇબ્રાહીમભાઇ ખોરજીયા જાતે મોમીન મુસ્લિમ (26)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇમ્તિયાઝ દિલાવર શાહમદાર જાતે ફકીર (33) તથા નજમા ઇમ્તિયાઝભાઈ શાહમદાર રહે. બંને લાલસાનગર તીથવા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, ઈમ્તિયાઝ શાહમદાર અને તેના પત્નીએ ફરિયાદી યુવાનને સાહેદો મારફતે તથા બંને આરોપીઓએ રૂબરૂમાં જમીન મેટરમાં નહીં પડવા માટે રૂપિયા 10 થી 15 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને છરી વાળો ફોટો બતાવીને જાનથી મારી નાખવાની ગર્ભતી ધમકી આપી હતી તેમજ રોકડા રૂપિયા 2,000 તેની પાસેથી કઢાવી લીધા હતા અને બંને આરોપીઓએ ફરિયાદી યુવાનના ગામના મોમીને સમાજ વિશે ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી અને અશ્લીલ શબ્દો બોલી વિડીયો બનાવીને ઈમ્તિયાઝ શાહમદારે તેના ઇન્સ્ટગ્રામના આઈડી ઉપર તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મોમીને સમાજની ઉશ્કેરણી કરી જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કર્યું હતું જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી.એન.એસ. કલમ- ૩૦૮(પ), ૩૦૮(૪), ૩૫૨, ૩૫૧(૩), ૨૯૨, ૨૯૬, ૫૪ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં આરોપી ઇમ્તિયાઝ દિલાવર શાહમદાર જાતે ફકીર (33) રહે. તીથવા વાળાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.