મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો


SHARE













વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો

1111 દીપની મહાઆરતીનુ આયોજન: રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ કે જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશ ભકત ભાઈઓ-બહેનોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.‘માર્કેટ ચોક કા રાજા’ પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, માલધારી ભાઈઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાય છે.

ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા જીનપરા ચોક ખાતે આવેલ વિશ્ર્વકર્મા મંદિર ખાતેથી યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ પંડાલોના ચાલીસથી પણ વધુ પંડાલોના ગણેશજીની પ્રતિમા લઈ જોડાયા હતા અને તમામ પંડાલોના આયોજકોને જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા.લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલમાં બિરાજમાન દુંદાળાદેવ ગણેશજી સમક્ષ રાખવામા આવતી માનતા અવશ્ય પુરી થાય છે. ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખેલ માનતા આ વર્ષે ભકતજનો પુરી કરતા ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

પંડાલમાં 1111 દીપ સાથે મહારઆરતી યોજાઈ હતી. આ પંડાલમાં રાત્રે 9 કલાકથી કાર્યક્રમો શરૂ થાય તે પહેલા ગણેશ કતો સાંજે 7-30 કલાકથી જગ્યા મેળવવા ઉમટી પડતા હોય છે.શ્રી ગણેશ ઉત્સવ સમિતિના મોભી રામધામના સ્વપ્ન દ્વારા જીતુભાઈ સોમાણી દ્વારા આ સુંદર આયોજન બદલ વિવિધ જ્ઞાતિના મોભીઓ દ્વારા સાલ ઓઢાડી તેઓને જાહેરમાં સન્માનીત કરાયા હતા.




Latest News