મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE





























મોરબીના મહેન્દ્રનગર પાસે બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર મહેન્દ્રનગર ગામ પાસે ગઈકાલે સાંજના સમયે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં પોતાના વતનમાં ગયેલો યુવાન બાઈક લઈને પરત મોરબી આવતો હતો ત્યારે માળીયા હાઇવે ઉપર આવેલ મહેન્દ્રનગર ગામે ફર્ન હોટલની નજીક તેના બાઇકને કોઈ ડમ્પર કે કન્ટેનર જેવા ભારે વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓના પગલે સારવારમાં લઇ જવાયેલા યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશન ખાતે રણજીતસિંહ ઝાલા દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેમના મિત્ર અશ્વિનભાઈ ધીરજભાઈ નાગડુકિયા (ઉમર 29) મૂળ રહે.કુલગ્રામ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર હાલ રહે.શિવ પાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી વાળાનો મોરબીના મેન્દ્રનગર ગામ પાસે આવેલ માળિયા હાઇવે ઉપરની ફર્ન હોટલ સામે અકસ્માત થયો છે.જેમાં તેનું મોત નિપજયુ છે.પલ્સર બાઈક લઈને જઈ રહેલા અશ્વિનભાઈ નાગડુકિયાના બાઇકને કોઈ કન્ટેનર કે ટ્રક-ડમ્પર જેવા વાહનના ચાલકે હડફેટે લીધું હતું અને આ બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી અશ્વિનભાઈને સારવાર માટે લઈ જવાયા હતા અને ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હતું.જેથી ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા અકસ્માત સર્જીને ભાગી છુટેલા વાહન ચાલકને પકડી પાડવા આગળની તપાસ શરૂ કરાયેલ છે.વધુમાં મૃતકના મિત્ર રણજીતસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે અશ્વિનભાઈ નાગડુકિયા મૂળ વઢવાણના કુલગ્રામના રહેવાસી હતા અને અહીં સિરામિકમાં કામકાજ કરતા હોય મોરબીના પીપળી રોડ ઉપર શિવ પાર્ક સોસાયટીમાં રહેતા હતા અને તેઓને મોતથી તેમના પત્ની અને એક દીકરીએ છત્રછાંયા ગુમાવી હતી જેથી પરિવાર શોકમગ્ન બની ગયો છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ ક્રાંતિ જ્યોત સોસાયટી પાસે રહેતા માયાભાઈ રસુલભાઈ મિંયાણા (ઉંમર 30) નામના યુવાને નશાની હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ પાસે જાતે બંને હાથના ભાગે ચપ્પુ વડે ઘા મારતા ઇજાઓ થવાથી સિવિલમાં સારવાર માટે લઈ જવાયો હતો. બનાવને પગલે તેમના પત્ની નજમાબેન દ્વારા તેને સારવારમાં ખસેડાયા હતા.હાલ બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બનાવવા અંગે આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી છે.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના પીપળી ગામની સીમ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ મંગાભાઈ રાઠોડ નામના 32 વર્ષના યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી જતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબી તાલુકાના કેરાળી ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના સાગરબેન ટપુભાઈ ભાંભર નામની 40 વર્ષીય મહિલાને પણ કોઈ ઝેરી જનાવર કરડી જતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બંને બનાવો અંગે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.
















Latest News