મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

વાંકાનેરમાં ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી પોલીસ


SHARE













વાંકાનેરમાં ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી પોલીસ

 

વાંકાનેર સીટી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સીઈઆઈઆરના ઉપયોગથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.16500ની કીંમતનો ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી અરજદારને પરત આપી પોલીસે પ્રજાની મિત્રનું સુત્ર સાર્થક કયુર્ં હતું.

 મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. એચ.વી. ઘેલા તથા પોલીસ કર્મચારીઓએ સીઈઆઈઆર એપ્લીકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલ મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેનનું રોજે રોજ અપટેટ મેળવી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી લોકોના ખોવાયેલ 1 મોબાઈલ કી. રૂા.16500ને શોધી કાઢી અરજદારને પરત સોંપી તેરા તુજકો અર્પણ તથા પોલીસ પ્રજાના મિત્રનું સુત્ર વાંકાનેર સીટી પોલીસે સાર્થક કરેલ છે.
 આ કામગીરી પો.ઈન્સ. એચ.વી. ઘેલા, એએસઆઈ વાલજીભાઈ રામજીભાઈ પરમાર તથા પોલીસ કોન્સ. જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ તથા વુમન પોલીસ કોન્સ. સંગીતાબેન એ. બગોદરીયા દ્વારા કરવામાં આવી હતી




Latest News