આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE













મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકા વિસ્તારમાંથી અઢી વર્ષ પહેલા ચોરી કારમાં આવેલ ત્રણ ચોરાઉ બાઇક સાથે એલસીબીની ટીમે હાલમાં એક આરોપીની ધરપકડ કરલે છે અને 60 હજારનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરલે છે.

મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર, બિપિનભાઇ પરમાર તથા ભગીરથસિંહ ઝાલાએ મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વીસ રોડ ઉપર નંબર વગરનું બાઈક લઈને આવી રહેલા શખ્સને રોકીને પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે આ બાઇક તેને ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બાઇક મોરબી તાલુકાના રંગપર બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજીના ગેઇટ પાસેથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી વધુ બે ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં શકપડતી મિલ્કત તરીકે ત્રણેય બાઇકને કબજે કરેલ છે અને અરવીંદભાઇ બટુકભાઇ સિંચણાદા જાતે કોળી રહે. ટીંબડી આનંદ હોટલ પાછળ મફતીયાપરા મોરબી વાળાને પકડ્યો હતો અને તે શખ્સને હાલમાં મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે






Latest News