મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 6 બોટલ-15 બીયર સાથે મહિલા બુટલેગરની ધરપકડ: સપ્લાયરની શોધખોળ


SHARE





મોરબીમાંથી દારૂની 6 બોટલ-15 બીયર સાથે મહિલા બુટલેગરની ધરપકડ: સપ્લાયરની શોધખોળ

મોરબીના આવેલ માધવરાયજીના મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતી મહિલાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની છ બોટલો તેમજ 15 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી જોકે દારૂ બિયરનો જથ્થો આપનારા શખ્સનું પણ નામ સામે આવ્યું છે જેથી તેણે પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ગ્રીનચોક પાસે ગાંધી બજાર નજીક માધવરાયજીના મંદિર પાસે જતીનભાઈના મકાનમાં ભાડે રહેતા પૂજાબેન દીપકભાઈ પરમારના ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મહિલાના ઘરની અંદરથી દારૂની છ બોટલો તેમજ 15 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3,900 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પૂજાબેન દીપકભાઈ પરમાર જાતે ખવાસ રજપુત (28) રહે. માધવરાયજીના મંદિર પાસે ગ્રીનચોક નજીક મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેને આ દારૂ બિયરનો જથ્થો રાહુલ રવજીભાઈ સોલંકી રહે. વણકરવાસ શેરી નં-1 મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બંનેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને દારૂ બિયરનો જથ્થો આપનારા શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News