મોરબીમાંથી દારૂની 6 બોટલ-15 બીયર સાથે મહિલા બુટલેગરની ધરપકડ: સપ્લાયરની શોધખોળ
મોરબીમાં રિસમાણે બેઠેલ પત્ની ઉપર ચાઇના કટરની બ્લેડ વડે જીવલેણ હુમલ કરનાર પતિની ધરપકડ-જેલ હવાલે
SHARE
મોરબીમાં રિસમાણે બેઠેલ પત્ની ઉપર ચાઇના કટરની બ્લેડ વડે જીવલેણ હુમલ કરનાર પતિની ધરપકડ-જેલ હવાલે
મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં માવતરે રિસામણે બેઠેલ પત્નીએ છુટાછેડા માટેનો કેસ કરેલ છે જે બાબતનો ખાર રાખીને પતિએ ચાઇના કટરની બ્લેડ વડે તેની જ પત્ની ઉપર હુમલો કર્યો હતો અને મારી નાખવાના ઇરાદે મહિલાને ગળા ઉપર જીવલેણ ઇજા કરી હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલ મહિલાના પિતાએ નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ હરિઓમ પાર્ક શેરી નં-4 માં રહેતા હસમુખભાઈ નાનજીભાઈ ઉભડિયા (58)એ તેના જમાઈ જીગ્નેશભાઈ સવજીભાઈ અઘારા રહે. ઘુટુ ગામની સીમ હરિઓમ પાર્ક સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં તેને જણાવેલ હતુ કે, તેની દીકરી ગાયત્રીબેનના લગ્ન આરોપી જીગ્નેશભાઈ સાથે થયા હતા અને બંને વચ્ચે અણબનાવ રહેતા છેલ્લા દોઢેક વર્ષથી તેઓની દીકરી રિસામણે હતી અને તેણે જીગ્નેશભાઈ સાથે છુટાછેડા લેવા માટે તેને મોરબીની કોર્ટમાં કેસ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને જીગ્નેશભાઈ અઘારાએ ફરિયાદીની દીકરી ગાયત્રીબેનને પાછળથી પકડી રાખીને મારી નાખવાના ઇરાદે ચાઇના કટરની બ્લેડથી તેના ગળાના ભાગ ઉપર ઇજા કરી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલ મહિલાના પિતાએ તેના જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનાની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. મિશ્રા અને તેની ટીમ દ્વારા આરોપી જીગ્નેશભાઈ સવજીભાઈ અઘારા (31) રહે. હરિઓમ પાર્ક ઘૂટું વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.









