વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

રાજકોટ ડિવિઝનના 8 કર્મચારીઓને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમએ કર્યા સન્માનિત


SHARE









રાજકોટ ડિવિઝનના 8 કર્મચારીઓને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમએ કર્યા સન્માનિત

રેલ્વે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 8 કર્મચારીઓનું રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન) અને ઈજનેરી વિભાગના કર્મચારીઓને ઓગસ્ટ, 2024 મહિનામાં રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. અને એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મનોજ મીણા (લોકો પાયલટ-ગુડ્સ, હાપા), મુકેશ કુમાર (એરિયા ટ્રેનિંગ સેન્ટર, રાજકોટ-ઈન્ચાર્જ), સંજય મિશ્રા (સ્ટેશન માસ્ટર, ભાટિયા), બિનેશ કુમાર (સ્ટેશન માસ્ટર, ભાટિયા), ગોવિંદ પ્રસાદ બૈરવા (સ્ટેશન માસ્ટર, ભાસ્કરપરા), રાહુલ કુમાર પટેલ (ગેટમેન ગેટ નંબર 69, એન્જિનિયરિંગ), મનીષ કુમાર મીના (સ્ટેશન માસ્ટર, જામવંથલી) અને દેવેન્દ્રસિંહ (સ્ટેશન માસ્તર, સિંધાવદર) નો સમાવેશ થાય છે અને આ રેલવે કર્મચારિઓએ ટ્રેકની નજીક ટ્રેનના વ્હીલનું સ્પાર્કિંગ જોવું, લેવલ ક્રોસિંગ ફાટક પર અસામાન્ય પરિસ્થિતિ જોવી, લેવલ ક્રોસિંગ રેલવે ફાટક પર રોડ વાહનનું અચાનક આગમન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને રેલવે કર્મચારીઓ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. આ રેલ્વે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર.સી.મીણા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર (ટ્રેક્શન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતા.




Latest News