મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામની સાઇટ ઉપર કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીમાં બાંધકામની સાઇટ ઉપર કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલમબાગમાં નવા બની રહેલા એપાર્ટમેન્ટ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રહેવાસી યુવાનને છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ અટેકથી યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું હોય મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના માલવીયાનગરના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલમબાગ-1 એલિજન એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ભવરલાલ રામકરણ વર્મા (36) નામનો યુવાન બાંધકામ સાઈટ ઉપર કામ કરતો હતો ત્યારે તેને એકદમ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને યુવાનને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના કાંતિનગરમાં રહેતો કરણ પ્રકાશભાઈ અદ્રોજા (14) નામનો બાળક બુધવારી બજારમાં ક્રાંતિ જ્યોત પાસે બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં કરણને હાથમાં ફેકચર જેવી ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના ત્રાજપર ખારી પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા કિરણબેન કેતનભાઇ સંઘાણી (30) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News