મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યમિતા પ્રોત્સાહન સંમેલન યોજવામા આવ્યુ
મોરબીના ભડીયાદ નજીક પેપર મીલમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીના ભડીયાદ નજીક પેપર મીલમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના ભડીયાદ નજીક આવેલ ગોલ્ડન પેપર મીલમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભડિયાદ ગામ નજીક આવેલ ગોલ્ડન પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘનશ્યામભાઈ છોટેલાલ ચૌધરી (47)એ પેપર મીલ ખાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને કમલેશભાઈ ચૌધરી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી જોકે યુવાને ક્યાં કરણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે
મારા મારીમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા નવઘણભાઈ કનુભાઈ ડુંગરા (24) નામના યુવાનને ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના શોભેશ્વર રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રતાપસિંહ શેખાવત (18) રહે. શોભેશ્વર રોડ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મારા મારીના બંને બનાવની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે