મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE









ટંકારામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

ટંકારાના ગાયત્રીનગર સોસાયટીમાં દેવીપુજક વાસ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ માહિતી આધારે ટંકારામાં આવેલ ગાયત્રીનગર સોસાયટી પાછળના ભાગે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં રફિકભાઈ ઉર્ફે હરિયો આદમભાઈ સોહરવદી (32), હાજિશા હુસેનશા સોહરવદી (32), રફિકભાઈ ગફારભાઈ કાસમાણી (40), અવેશભાઈ આદમભાઈ અબ્રાણી (26) અને ઈમ્તિયાઝભાઈ ઉર્ફે ઇનો અલીભાઈ મકવાણા (30) રહે. બધા ટંકારા વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,800 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

મારા મારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે વિપોબાર કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ ગડારીયા (29) અને રીનાબેન રાજેશભાઈ ગડારીયા (20)ને ત્યાં આવેલ જીઓ બાથવેર સેનેટરીમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે




Latest News