રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

રાહુલ ગાંધીને ગર્ભિત ધમકીઓ આપનારા ભાજપના નેતાઓની સામે FIR નોંધવા જિલ્લા કોંગ્રેસની માંગ


SHARE









રાહુલ ગાંધીને ગર્ભિત ધમકીઓ આપનારા ભાજપના નેતાઓની સામે FIR નોંધવા જિલ્લા કોંગ્રેસની માંગ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એસપી કચેરી ખાતે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ જુદાજુદા તાલુકા અને શહેરી વિસ્તારમાંથી કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા અને ત્યાં જઈને મોરબી જિલ્લાના ઇન્ચાર્જ એસપી પી.એ. ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનારા ભાજપના આગેવાન તનવીરસિંહ દ્વારા રાહુલ ગાંધીને તેના દાદી જેવા હાલ થશે તેવી ગર્ભિત ધમકી આપવામાં આવી છે, સંજય ગાયકવાડ ધારાસભ્ય મહારાષ્ટ્રના જે ભાજપની સહયોગી સંસ્થા છે તેના દ્વારા રાહુલ ગાંધીની જીભ કાપે તેને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ રેલવે રાજ્ય મંત્રી નવનીત બીટ્ટુ એ “દેશના નંબર વન આતંકવાદી” તરીકે રાહુલ ગાંધીની ટિપ્પણી કરી છે તથા રઘુરાજસિંહ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ને “ભારતના નંબર વન આતંકવાદી” તરીકે ટિપ્પણી કરવામાં આવે છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોરબી જિલ્લાના ઇન્ચાર્જ એસપી પી.એ. ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનારાઓની સામે એફઆઇઆર દાખલ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




Latest News