મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 302 ની કલમનો ઉમેરો સહિતની ટ્રેજેડી વિકટીમ એસો.એ કરેલ ત્રણ અરજીઓ રદ્દ


SHARE













મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 302 ની કલમનો ઉમેરો સહિતની ટ્રેજેડી વિકટીમ એસો.એ કરેલ ત્રણ અરજીઓ રદ્દ

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા જુદીજુદી અરજીઓ કરવામાં આવી હતી જેમાં રી-ઇન્વેસ્ટીગેશન, કંપનીને આરોપી બનાવો તેમજ ૩૦૨ ની કલમનો ઉમેરો તેની અરજીનો સમાવેશ થાય છે જે ત્રણ અરજીને આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવેલ છે

મોરબીમાં ઝુલતો પુલ તા 30/10/22 ના રોજ તૂટી ગયો હતો અને ત્યાર બાદ બીજા જ દિવસે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાયેલ છે અને આ ગુનામાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં મોટાભાગના જમીન મુક્ત થઈ ગયેલ છે. તેવામાં આ કેસમાં ભોગ બનેલા લોકો દ્વારા બનાવવામાં આવેલ ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા જુદીજુદી અરજીઓ કરવામાં આવી હતી તેને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવેલ છે

જે અંગેની મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી મળી રહેલા માહિતી મુજબ ભોગ બનનારના વકીલે રી-ઇન્વેસ્ટીગેશન, ૩૦૨ ની કલમનો ઉમેરો કરવામાં આવે તેમજ કંપનીને આરોપી બનાવવામાં આવે તેવા માટેની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી. અને તે તમામ અરજીને આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી.પી. મહિડા દ્વારા રદ્દ કરવામાં આવેલ છે. અને આ કેસમાં આગામી તા 1/10/24 ની મુદ પડી છે.






Latest News