મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે
મોરબીમાં આર્થિક કારણોસર અંતિમ પગલું ભરી જતા યુવાનનું મોત
SHARE
મોરબીમાં આર્થિક કારણોસર અંતિમ પગલું ભરી જતા યુવાનનું મોત
મોરબીના શનાળા-કંડલા બાયપાસ કામધેનુની સામેના ભાગે આવેલા વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે મોડી રાત્રીના ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજત્તા ડેડબોડીને પીએમ માટે સિવિલે લાવવામાં આવ્યું હતું અને પોલીસને જાણ થતા બનાવની તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે આર્થિક સંકળામણના કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયુ હતું.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનું પાર્ટી પ્લોટની સામેના ભાગે આવેલ સત્કાર રેસીડેન્સી નામના વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ બાવરવા (ઉમર ૨૭) નામના યુવાને તેના ઘરે રાત્રિના ત્રણેક વાગ્યા પહેલા કોઈપણ સમયે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી ૧૦૮ વડે તેને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને હિમાંશુભાઇ બાવરવાને મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે તપાસ માટે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.બાદમાં મૃતકના પત્ની શ્વેતાબેન હિમાંશુભાઈ બાવરવા દ્વારા પોલીસમાં ઉપરોક્ત બનાવની જાહેરાત કરવામાં આવી હતી અને જેમાં નિવેદનમાં તેઓએ તપાસ અધિકારી વિપુલભાઈ ફુલતરીયાને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આર્થિક કારણોસર મુશ્કેલી અનુભવતા હતા અને તેના ટેન્શનમાં આવી જઈને તેઓએ અંતિમ પગલું ભરી લીધું હતું.હિમાંશુભાઇના મોતના પગલે હાલ ત્રણ માસની બાળકીએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વીસી ફાટક પાસે બે અજાણ્યા ઇસમો દ્વારા પથ્થર વડે માર મારવામાં આવતા વીસલ અમરભાઈ ખટકા (ઉમર ૨૯) રહે.મુળ નેપાળ વાળો કે જે મોરબી ખાતેથી ગાંધીધામ જતો હતો તેને ઇજાઓ પહોંચી હતી.હાલ વિશાલભાઈ ખટકા નામના યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.કયા કારણોસર આ મારામારી થઈ હતી તે બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે.
બાળકી-બાળક સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ રામદેવ હોટલ નજીક રહેતા પરિવારની ઝારાખાતુંન મહંમદભાઈ જાવેદ નામની પાંચ વર્ષની બાળકીને ત્યાં રામદેવ હોટલ પાસે સાપ કરડી ગયો હતો.જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ કરી બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવતા મેઘપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતાં પરિવારનો આયુષ મહિપતભાઈ મેડા નામનો બાર વર્ષનો બાળક રમતા રમતા કોઈ અજાણી દવા પી ગયો હતો.જેથી અસર થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.