મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાને સાવકા દીકરાએ છરી ઝીકિ: ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE





મોરબીમાં માતાને સાવકા દીકરાએ છરી ઝીકિ: ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ શક્તિ કિરાના સ્ટોર પાસેથી પસાર થતી મહિલાને તેના સાવકા દીકરાએ છરી મારીને ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા નિરજાબેન રફિકભાઈ દાવલિયા (40) મોરબીના વીસીપરા વિસ્તારમાં શક્તિ કિરાના સ્ટોર પાસે હતા ત્યારે તેના સાવકા દીકરા ઈકબાલ રફીકભાઈ દાવલિયાએ તેઓને છરી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં નીરજાબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

માળીયા (મી) તાલુકાના વાધરવા ગામે રહેતા અનસોયાબેન હરિશ્ચંદ્રસિંહ જાડેજા (54) નામના મહિલા ગામમાં બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી

દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ગોલાસણ ગામે અરવિંદભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કડીયાભાઈ કલેશ (30) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News