મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

આપત્તિના સમયે પ્રજાભિમુખ અભિગમ દાખવવા મોરબી કલેક્ટરની પીજીવીસીએલના અધિકારીઓને તાકીદ


SHARE





























આપત્તિના સમયે પ્રજાભિમુખ અભિગમ દાખવવા મોરબી કલેક્ટરની પીજીવીસીએલના અધિકારીઓને તાકીદ

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે. બી ઝવેરીનીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મોરબીમાં સર્જાયેલ અતિવૃષ્ટિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરાઈ હતી.

આ આપત્તિના દરમિયાન વહીવટી તંત્ર દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા અને ધ્યાને લઈ યુદ્ધના ધોરણે જે કામગીરી કરવામાં આવી તેની રાજ્ય સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે તેવું પદાધિકારીશ્રીઓએ પણ જણાવ્યું કર્યો હતો. આ બેઠક દરમિયાન કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અધિકારી અને કર્મચારીઓને પ્રજાભિમુખ બની લોકોના હિત માટે કામગીરી કરવા તથા લોકોની સેવા માટે હકારાત્મક અભિગમ દાખવવા જણાવ્યું હતું. આપત્તિ અને આકસ્મિક સમયે લોકોનો વહીવટી તંત્ર સાથે સીધો સંપર્ક જળવાઈ રહે તેવા હેતુ સાથે જિલ્લાના તમામ આપાતકાલીન સંપર્ક નંબર અને હેલ્પલાઇન નંબરમાં લોકોને યોગ્ય પ્રત્યુતર મળી રહે તે પ્રકારની કામગીરી કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. વધુમાં પીજીવીસીએલના કર્મચારીઓ લોકોને પડતી સમસ્યાઓ નિવારવા તત્પરતા દાખવે અને ફિલ્ડનો સ્ટાફ લોકોના ફોન ઉપાડી તેમની સમસ્યાઓનું ઝડપી અને સચોટ નિરાકરણ આવે તે પ્રકારની કામગીરી થાય તે જોવા પીજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર ડી.આર. ગઢીયાને તાકીદ કરી હતી. વધુમાં કોઈ કર્મચારી જો જરૂરિયાતના સમયે લોકોના ફોનના પ્રત્યુતર ના આપે તો તાત્કાલિક ધોરણે ગેરશિસ્તના પગલાં લેવા સુચના આપી હતી.
















Latest News