મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર કેક મૂકીને તલવાર વડે કટીંગ કરનારા જીઆરડી જવાન સહિત બે ની ધરપકડ


SHARE













મોરબી નજીક સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર કેક મૂકીને તલવાર વડે કટીંગ કરનારા જીઆરડી જવાન સહિત બે ની ધરપકડ

મોરબી તાલુકામાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કારના બોનેટ ઉપર કેક રાખીને તેનું તલવાર વડે કટીંગ કરવામાં આવતું હોય અને અતિશબાજી થતી હોય તેવું જોવા મળતું હતું જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડીના જવાનની સામે કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો અને પોલીસે આ ગુનામાં જીઆરડીના જવાન સહિત કુલ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર એક સાથે સાતથી આઠ જેટલી કેક મૂકવામાં આવી હતી અને તલવાર વડે તે કેકનું કટીંગ કરવામાં આવતું હોયઅતિશબાજી ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો આ વીડિયોની અંદર જોવા મળી રહ્યા હતા અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિડિયોમાં જીઆરડી જવાન હરેશ સોલંકી હોવાનુ સામે આવ્યું હતું.

જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડીના જવાન હરેશભાઈ પોપટભાઈ સોલંકી રહે. ઊંચી માંડલ તાલુકો મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી હરેશભાઈ પોપટભાઈ સોલંકી (31) અને નિકુંજ જીલુંભાઈ સોલંકી (20) રહે. બંને ઊંચી માંડલ તાલુકો મોરબી વાળાની પીએસઆઈ એ.બી. મિશ્રા અને તેની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, ગત તા. 20/9/ 2024 ના રાતના 9:00 વાગ્યાના અરસામાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ નજીક શ્રીહરિ કોમ્પલેક્ષ પાસે જાહેર જગ્યામાં કાળા કલરની સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર હરેશ નામ લખેલી સાતથી આઠ જેટલી કેક રાખવામાં આવી હતી અને તે કેકને તલવાર વડે કટીંગ કરવામાં આવ્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સટગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.






Latest News