મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ લઈ લીધો હોવાની શંકાએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં મોબાઈલ લઈ લીધો હોવાની શંકાએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ

મોરબીના વેજીટેબલ રોડે બહેનના ઘરે રહેતો યુવાન તેના મિત્રો સાથે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં સેવા આપવા માટે થઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે મોબાઈલ બાબતે વાતચીત કરીને તે યુવાનના મિત્રે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્રણ પૈકીના એક યુવાનને છાતીના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના બહેન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન ઉર્ફે દાઢી જામ મીયાણા રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે તેઓનો ભાઈ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (30) તથા તેના મિત્રો ગાડીમાં માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે જય રહ્યા હતા ત્યારે કાર ઉભી રાખતની સાથે જ ઈરફાન દાઢીએ મોબાઈલ મૃતક અને તેની સાથે રહેતા તેના મિત્રે લઈ લીધો હોવાની શંકા રાખીને ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે શામજીભાઈ, જગદીશભાઈ અને પ્રભુભાઈને છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે, ટૂંકી સારવાર દરમિયાન શામજીભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હત્યા તેમજ એટ્રોસીટીના આ ગુનામાં એસસી એસટી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમના દિલીપભાઇ ચૌધરી અને મેહુલભાઈ ઠાકર દ્વારા આરોપી ઇરફાન ઉર્ફે દાઢી ગુલામભાઇ જામ જાતે મીયાણા (25) રહે. હાલ ધરમપુર મોરબી મૂળ રહે માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News