મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રની ધરપકડ: આરોપીને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ હવાલે


SHARE













મોરબીમાં યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રની ધરપકડ: આરોપીને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ હવાલે

મોરબીથી યુવાન તેના મિત્રો સાથે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં સેવા આપવા માટે થઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે મોબાઈલ લઈ લીધો હોવાની શંકા રાખીને તેના મિત્રે છરી વડે હુમલો કર્યો હતો અને ત્રણ પૈકીના એક યુવાનને છાતીના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે હત્યાના બનાવની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનાના કામે વપરાયેલ હથિયાર  અને આરોપીના કપડાં પણ પોલીસે કબજે લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન ઉર્ફે દાઢી જામ મીયાણા રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી કેમોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે તેઓનો ભાઈ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (30) તથા તેના મિત્રો ગાડીમાં માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે જય રહ્યા હતા ત્યારે કાર ઉભી રાખતની સાથે જ ઈરફાન દાઢીએ મોબાઈલ મૃતક અને તેની સાથે રહેતા તેના મિત્રે લઈ લીધો હોવાની શંકા રાખીને ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે શામજીભાઈજગદીશભાઈ અને પ્રભુભાઈને છરીના ઘા મારીને ઇજા કરી હતી.

જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકેટૂંકી સારવાર દરમિયાન શામજીભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હત્યા તેમજ એટ્રોસીટીના આ ગુનામાં એસસી એસટી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમના દિલીપભાઇ ચૌધરી અને મેહુલભાઈ ઠાકર દ્વારા આરોપી ઇરફાન ઉર્ફે દાઢી ગુલામભાઇ જામ જાતે મીયાણા (25) રહે. હાલ ધરમપુર મોરબી મૂળ રહે માળીયા વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપી પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર અને આરોપીના કપડાં પોલીસે કબ્જે લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News