મોરબીમાં યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રની ધરપકડ: આરોપીને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ હવાલે
મોરબીના ઘુટુ ગામ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
SHARE
મોરબીના ઘુટુ ગામ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
મોરબીના ઘુટુ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો હતો જે અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પાણીમાંથી મૃતક યુવાનના ડેડબોડીને બહાર કાઢવામાં આવ્યું હતું અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ નયન કાલરીયા નામના વ્યક્તિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે, મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનોનો મૃતદેહ પડ્યો છે જેથી કરીને તાલુકા પોલીસની ટીમ ત્યાં પહોચી હતી અને કેનાલના પાણીમાંથી મૃતક યુવાનના ડેડબોડીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તાલુકા પોલીસ દ્વારા મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અ.મોત નં-૧૬૭/૨૦૨૪ બી.એન.એસ.એસ કલમ-૧૯૪ મુજબ કામના મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ-આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળી તા.૨૫/૦૯/૨૦૨૪ ના ક-૧૩/૨૦ વાગ્યા પહેલા કોઇ વખતે મોરબી તાલુકા મોરબી હળવદ હાઇવે રોડ ઉપરથી નીકળતી નર્મદા કેનાલના કાંઠે લાયકોસ કારખાનાની સામે નીકળતી નર્મદા કેનાલના કાંઠે પાણીમાથી લાશ કોહવાયેલી તરતી મળી આવેલ હોય જે મરણ જનારની લાશનુ પોસ્ટ મોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામા આવેલ હોય જે લાશ અજાણ્યો પુરૂષ ઉવ-આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળો છે જેના નીચે બ્લુ કલરનુ જીન્સનુ પેન્ટ પહેરલ છે તથા મરણજનારની લાશનુ પોસ્ટમોર્ટમ કરીને ઓળખ સારૂ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે.આ અજાણ્યા મૃતકને જો કોઈ ઓળખતું હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર (૦૨૮૨૨)૨૪૨૫૯૨ અથવા તપાસ કરનાર એએસઆઇ વી.ડી.ખાચરના મોબાઈલ નંબર ૯૫૩૭૮ ૭૩૭૦૮ ઉપર સંપર્ક કરવો.
બાઇક સ્લીપ
મોરબીમાં વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા રમાબેન વીરાભાઇ ડાંગર (56) નામના મહિલા ઉમા ટાઉનશિપ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું અને મહિલા રસ્તા ઉપર નીચે પડ્યા હતા જેથી તેને ઇજા થતાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીના બેલા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતાને મજૂરી કામ કરતા ભારીબેન હંસડા (21) નામની મહિલા કોઈપણ કારણોસર બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ઝાપડિયા દ્વારા કરવામાં આવી છે
મહિલા સારવારમાં
મોરબીના સાપર ગામે રહેતા ધર્મિષ્ઠાબેન મુકેશભાઈ જસાપરા (26) નામની મહિલાને તેના પતિ અને જેઠ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી