મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તે કારખાનામાં લાગેલી આગ 12 કલાકે કાબુમાં: કારખાનેદારને અંદાજે 10 કરોડથી વધુનું નુકશાન


SHARE













મોરબીના પીપળીયા ચાર રસ્તે કારખાનામાં લાગેલી આગ 12 કલાકે કાબુમાં: કારખાનેદારને અંદાજે 10 કરોડથી વધુનું નુકશાન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે રોયલ પોલીપ્લાસ્ટ નામના કારખાનામાં કોઈ કારણોસર ગઇકાલે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી જેથી જાણ મોરબી પાલિકાના ફાયરની ટીમને કરવામાં આવતા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર ફાઈટર સાથે પહોંચ્યા હતા જો કે, આખા કારખાનાની અંદર આગ ફેલાઈ ગયેલ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને રાજકોટ તેમજ જામનગરથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી અને 12 કલાક સુધી સતત પાણીનો મારો કરવામાં આવ્યો ત્યાર બાદ આગ કાબુમાં આવેલ છે જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનું સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે અને કારખાનેદારને અંદાજે 10 કરોડથી વધુનું નુકશાન થયેલ છે.

મોરબીના નવલખી રોડ ઉપર રોયલ પોલીપ્લાસ્ટ નામનું કારખાનું આવેલ છે તેમાં ગઇકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં આગ લાગી હોવા અંગેની જાણ મોરબી નગરપાલિકાના કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં જવા માટે રવાના થઈ હતી અને સ્થળ ઉપર પહોંચીને કારખાનામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જો કે, આગ કાબુમાં આવી રહી ન હતી જેથી કરીને મેજરકોલ જાહેર કરવામાં આવેલ હતો અને આગને કાબુમાં લેવા માટે મોરબી નગરપાલિકા ઉપરાંત માળીયા, વાંકાનેર અને હળવદથી પણ ફાયરની ટીમને ત્યાં બોલાવવામાં આવી હતી તે ઉપરાંત રાજકોટ અને જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને 12 કલાક સુધી સતત પાણીનો મારો કરવામાં આવ્યો ત્યાર બાદ આગ કાબુમાં આવેલ છે જો કે, આગ કાબુમાં આવી ત્યાર સુધીમાં કારખાનેદારને બહુ મોટું નુકસાન થયેલ છે

મોરબીમાં અધ્યતન કક્ષાનું ફાયર સ્ટેશન બને અને અધ્યતન સાધન સામગ્રી આપવામાં આવે તેના માટેની છેલ્લા પાંચ વર્ષની અંદર અનેક વખત સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કમનસીબે આજ દિવસ સુધી અહીંના ઉદ્યોગકારો તેમજ સામાન્ય લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવામા આવેલ નથી જેથી કરીને ટાંચા સાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં કરવા માટેની કામગીરી કરવામાં આવેલ છે અને મોટાભાગે મોટી દુર્ઘટના હોય ત્યારે બહારથી ફાયરના સાધનો તથા ટીમોને બોલાવવામાં આવે ત્યારે બાદ જ પરિસ્થિતિ કાબૂમાં આવતી હોય છે આવું કેટલા વર્ષ સુધી હજુ ચાલશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે

વધુમાં હાલમાં જે કારખાનામાં આગ લાગી હતી તેના કારખાનેદાર પ્રકાશભાઈ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, તેમના કારખાનામાં ગઇકાલે બપોરના સમયે આગ લાગી હતી અને તે આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા જો કે, આગ રાતના બારેક વાગ્યાના આરાસમાં સંપૂર્ણ કાબુમાં આવેલ છે પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનામાં રાખવામા આવેલ તમામ મશીનર, કાચો માલ, તૈયાર માલ અને કારખાનનો શેડ તૂટી ગયેલ છે જેથી કરીને અંદાજે 10 કરોડ કરતાં વધારેનું નુકશાન હોવાનું શ્ક્યતા છે હજુ કારખાનામાં જઈને જોશું પછી નુકશાનીનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.






Latest News