વર્લ્ડ હાર્ટ ડે: મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન-સાયકલો થ્રોન યોજાઇ, 1,500થી વધુ લોકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા
29-09-2024 07:37 PM
SHARE
JOIN OUR GROUP
વર્લ્ડ હાર્ટ ડે: મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન-સાયકલો થ્રોન યોજાઇ, 1,500થી વધુ લોકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા
આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે જુદા જુદા શહેરોમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજતા હોય છે ત્યારે મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન અને સાયકલો થ્રોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા 1,500થી વધુ લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બે, પાંચ અને દસ કિલોમીટરની મેરથોન અને સાયક્લોથ્રોનમાં વિજેતા બનેલા તમામ વ્યક્તિઓને શિલ્ડ, રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
કોરોના પછીથી હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે અને હાર્ટ અટેકથી બચવા માટે થઈને યોગા કરવામાં આવે તેમજ જો દૈનિક ચાલવાનું રાખવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે તેવુ ડોક્ટરો પણ કહી રહ્યા છે ત્યારે આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે મોરબીમાં કાર્ડિયાર્ક અવેરનેશના ભાગરૂપે સાઇકલો થ્રોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના ઉમિયા સર્કલથી લઈને મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પાર્ટી પ્લોટ ખાતે આ મેરેથોન અને સાયક્લોથ્રોનને પૂર્ણ કરવામાં આવી હતી. અને શહેરના રાજમાર્ગો ઉપરથી વહેલી સવારે લોકોએ દોડ લગાવી હતી અને આ મેરેથોન અને સાયક્લોથ્રોનમાં વિજેતા બનેલા તમામ વ્યક્તિઓને આયુષ હોસ્પિટલ દ્વારા રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે મોરબી આઈ હોસ્પિટલના ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. અનિલભાઈ પટેલ, ડો. વિજયભાઈ ગઢીયા, ડો. આશિષભાઈ ત્રિવેદી, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા વિગેરે ડોક્ટરો તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.