મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા હળવદના માનગઢ વીજપોલનું અર્થીગ મેઇન વાયરને અડી જતાં નીકળતા હતા ગરમ વરાળ જેવા ધુમાડા મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 33 બોટલો-18 લિટર દેશી દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE





હળવદના જુના દેવળીયા ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 33 બોટલો-18 લિટર દેશી દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ 33 બોટલો તથા 18 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી ઘરમાં હાજર ન હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુના દેવળીયા ગામે રહેતા સંતોષભાઈ કોળીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની 19 અને મોટી 14 આમ કુલ મળીને 33 બોટલો તથા 18 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 12,150 ની કિંમત નો દેશી વિદેશી દારૂનો જથ્થો ઘરમાંથી કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંતોષભાઈ રાજુભાઈ કોળી રહે. મોતીનગર જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બિયરના પાંચ ટીન

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં પ્રેમજીનગરના ગેટ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ઉર્ફે ધૂળો વીરજીભાઈ રાતૈયા (27) રહે. મદારીવાસ મકનસર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News