હળવદના જુના દેવળીયા ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 33 બોટલો-18 લિટર દેશી દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે શાળાના પટાંગણમાં પ્રિ નવરાત્રી મહોત્સવ યોજાયો
SHARE
મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે શાળાના પટાંગણમાં પ્રિ નવરાત્રી મહોત્સવ યોજાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે થઈને શાળાના સંચાલક દ્વારા પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના ધો.થી લઈને 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે રમ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરના સમગ્ર વિસ્તારમાં ટાઉનશીપની બાજુના ભાગમાં આવેલ ભારતી વિદ્યાલય શાળા દ્વારા ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે રમ્યા હતા આ તકે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, સરદભાઈ સંપટ, મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટ, અનાસ્ટોપેબલ વોરિયર સંસ્થાના પ્રમુખ હેતલબેન, રોટરી કલબના રશેષભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે છેલ્લા દિવસોમાં શાળામાં યોજાયેલ રાખી સ્પર્ધા તેમજ આરતીની થાળી સજાવટની સ્પર્ધામાં જે વિજેતા થયેલા વિદ્યાર્થીઓ હતા તે તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ રાસ ગરબા દરમિયાન વેલડ્રેસ, વેલ સ્ટાઈલ અને પ્રિન્સ તેમજ પ્રિન્સેસને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ હિતેશભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી