હું છું કિશોરભાઈ ચીખલીયા ના સંકલ્પ સાથે મોરબીમાં કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, શહેરની કાયાપલટનું આપ્યું કોંગ્રેસના પ્રમુખે કમિટમેન્ટ મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીની મદીના સોસાયટીમાં ઘરમાંથી 11 બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE











મોરબીની મદીના સોસાયટીમાં ઘરમાંથી 11 બોટલ દારૂ સાથે એકની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 11 બોટલ દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે 3,740 ની કિંમતની દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં સુડતાલી પીરના મકાન પાસે રહેતા હનીફભાઈ મોવરના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 11 બોટલો મળી આવતા પોલીસે 3,740 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હનીફભાઈ દિલાવરભાઈ મોવર જાતે મિયાણા (45) રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બીયરના પાંચ ટીન

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાછળ આવેલ ઉમા વિલેજ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સે રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પાંચ બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતનો બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કિશનભાઇ વશરામભાઈ હળવદિયા (35) રહે. ખોડીયાર મંદિર પાસે મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.






Latest News