મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ: એસપીના હસ્તે કરાશે ઉદ્ઘાટન


SHARE





























મોરબીમાં મંગળવારથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ: એસપીના હસ્તે કરાશે ઉદ્ઘાટન

મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૯ ઓકટોમ્બરથી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને તા.૮ ના રોજ મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના હસ્તે દુર્ગાપુજા પંડાલનું ભવ્ય ઉદ્દધાટન કરવામાં આવશે.

મોરબીમાં લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠા દિવસથી તા. ૯ થી તા.૧૩ ઓકટોમ્બર વિજયા દશમી સુધી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ શિવપ્રસાદ મૈતી, શ્રીરામ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, શુભાશીષ મોન્ડાલ, નિગમાનંદ શાહું, તુષાર પ્રમાણીક, ચંચલ બેરા, સુજીત ધોષ,બબલુ જોહર, તુષાર ભુનીયા,પ્રદિપ કુંડુ, સંદિપ મોન્ડાલ, દ્વ્રારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા.૮ ને મંગળવારના રોજ એસપી રાહુલ ત્રિપાઠીના હસ્તે રાત્રે ૮:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન કરવામાં આવશે.

દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશ માં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી,બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતિ કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ આપવામાં આવે છે. 
















Latest News