મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર નજીક વાડીએથી ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરનારા બે શખ્સની ચોરાઉ મુદામાલ સાથે પકડાયા


SHARE





























વાંકાનેરના ચંદ્રપુર નજીક વાડીએથી ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરનારા બે શખ્સની ચોરાઉ મુદામાલ સાથે પકડાયા

વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં આવેલ વાડીએ ઇલેક્ટ્રીક મોટરો મૂકવામાં આવી હતી જે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 29,000 રૂપિયાની કિંમતની મોટરની ચોરી થઈ હોવા અંગેની આધેડે અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરેલ છે.

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર મસ્જિદની સામેની શેરીમાં રહેતા હનીફભાઈ અલીભાઈ વડાવીયા જાતે મોમીન (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ચંદ્રપુર ગામની નદી વાળી સીમમાં તેઓની વાડી આવેલ છે અને ત્યાં તેમણે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટર મૂકી હતી જે 29,000 રૂપિયાની કિંમતની ઇલેક્ટ્રીક મોટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી દિલીપભાઇ પરસોતમભાઇ ચારોલિયા (40) અને નરેશભાઇ કેશાભાઈ ચારોલિયા (37) રહે. બંને નવાપરા વાંકાનેર વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે બે ઇલેક્ટ્રીક મોટર અને બાઇક નંબર જીજે 22 બી 3284 આમ કુલ મળીને 44 હજારનો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.














Latest News