મોરબીમાં બાઈકનું હેન્ડલ શર્ટમાં ફસાઈ જવા મુદ્દે બોલાચાલી અને ગાળા ગાળી બાદ હવે સામસામે ફરીયાદ હળવદના સુંદરીભવાની ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રાત્રે 2 વાગ્યે કુહાડી-ધોકા સાથે ઘરમાં ઘૂસીને 6 શખ્સોએ કરી તોડફોડ મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા મોરબીમા જુદી જુદી બે જગ્યાએથી દારૂની સાત બોટલો સાથે બે શખ્સ ઝડપાયા માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત હળવદના સુસવાવ ગામ પાસે નદીના કાંઠેથી અજાણ્યા 1 વર્ષના બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર મોરબીના ઘુટુ ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહના અંતિમ દિવસે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીમાં વિકાસ સપ્તાહના અંતિમ દિવસે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને સુશાસનના ૨૩ વર્ષ તાજેતરમાં પૂર્ણ થયા છે. જેની સમગ્ર રાજ્યમાં ભારે ઉલ્લાસ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં જાણીતા લોક ગાયકશ્રી દેવેન વ્યાસ અને તેમની ટીમ દ્વારા કસુંબીનો રંગ, મેરે ઘર રામ આયેંગે, કોઈનો લાડકવાયો, દ્વારિકાનો નાથ, રંગતાળી રે, ભારત કા બચ્ચા બચ્ચા, ગિરિધારી રે, અમે મહિયારા રે વગેરે જાણીતા ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલે બાળકો ઝૂમી ઉઠયા હતા. ઉલ્લેખનીય છે કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વરચિત માતાજીનું સ્તુતિ ગીત ''આવતી કળાય રે'' ઈન્ટરનેટ પર વાયરલ બન્યું છે. આ ગીત પર બાળાઓએ સુંદર રાસ રજૂ કર્યો હતો.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી, જિલ્લા
વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદખીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હીરલ વ્યાસ સહિતના અધિકારીગણ, અન્ય કર્મચારીઓ, સંસ્થાના સ્ટાફ મિત્રો, લોક કલાકારો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News