મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક ઇકો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE













મોરબી નજીક ઇકો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા વૃદ્ધ દુકાનેથી બાઈક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે શક્તિ ચેમ્બર નજીક ઇકો ગાડીના ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રહેતા નરોત્તમભાઈ મગનભાઈ સરડવા (62) નામના વૃદ્ધ પોતાની દુકાનેથી બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે શક્તિ ચેમ્બર નજીક આવેલ બીઓબી ની શાખા સામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડી નંબર જીજે 36 એએફ 8245 ના ચાલકે તેઓને લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના નવી પીપળી ગામે રહેતા સોલંકી કલાભાઈ કેશાભાઈ (70) નામના વૃદ્ધ પોસ્ટ ઓફિસથી આગળ જિલ્લા પંચાયત નજીકથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ગાય ઉતરી હતી જેથી બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં તેઓને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ હરિ ઓમ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કેશુભાઈ સોમાણી (32) નામના યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News