મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ નજીક ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે પડી જવાથી માથું રોડમાં અથડાતાં આધેડ મહિલાનું મોત


SHARE











મોરબીના નાગડાવાસ નજીક ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે પડી જવાથી માથું રોડમાં અથડાતાં આધેડ મહિલાનું મોત

મોરબીના નાગડાવાસ ગામ પાસે રસ્તા ઉપરના ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે આધેડ મહિલા રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં ઇજા થઈ હતી અને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ બાદ મૃતકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે વેલકમ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શાંતાબેન દલસુખભાઈ તડવી (53) નામના મહિલા મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નાગડાવાસ ગામ પાસેથી ડિવાઇડર ઉપરથી રોડ ઉપર નીચે ઉતારી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે તે નીચે પડ્યા હતા અને ત્યારે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી માથામાંથી લોહી નીકળી જવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક મહિલા અસ્થિર મગજના હોય તેવો છેલ્લા ત્રણેક દિવસથી રફાળેશ્વર ગામે જ્યાં રહેતા હતા ત્યાંથી નીકળી ગયા હતા અને તેના પરિવારજનો તે મહિલાને શોધી રહ્યા હતા દરમિયાન નગડાવાસ પાસે રોડ વચ્ચેના ડિવાઈડર ઉપરથી નીચે ઉતરતા સમયે તેઓ પડી જતા રસ્તા તેમનું માથું અથડાયું હતું જેથી તેને માથામાં ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું જે અંગેની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ પેંટાગોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કૈલાશ હઠેસિંગ (27) નામનો યુવાન પાવળીયારી પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી નીચે પડતા તેને માથામાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા પીન્ટુ કિશોરભાઈ દેલવાડીયા (32) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

દવા પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગૌશાળા નજીક રહેતા જગદીશભાઈ રામજીભાઈ કૈલા (48) નામના યુવાને કોઈ કારણસર દવા પી લેતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.




Latest News