વાંકાનેરમાં ખાણના સંચાલકો વચ્ચેના મનદુઃખમાં યુવાનની હત્યામાં પકડાયેલા ત્રણ ૨ દિવસની રિમાન્ડ ઉપર
SHARE
વાંકાનેરમાં ખાણના સંચાલકો વચ્ચેના મનદુઃખમાં યુવાનની હત્યામાં પકડાયેલા ત્રણ ૨ દિવસની રિમાન્ડ ઉપર
મોરબી જીલ્લામાં હત્યાના બનાવો જાણે કે રોજિંદા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.ત્યારે વાંકાનેર તાલુકામાં ખાણના સંચાલકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું અને તેનો ખાર રાખીને યુવાનની આઠ જેટલા શખ્સોએ માર મારીને હત્યા કરી નાખેલ હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીની આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.પકડાયેલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટએ ત્રણેયના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સામતભાઈ નગાભાઈ કરમુર (૪૦) ને ખાણ બાબતે તથા રસ્તા બાબતે ચાર પાંચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ સાથે મનદુઃખ હતું તેવામાં ગત સોમવારે રાત્રીના સામતભાઈ પાડધરા ચોકડી પાસે હતા ત્યારે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો બે કાર લઈને ત્યાં આવ્યા હતા અને સામતભાઈને ગાળો આપી હતી ત્યાર બાદ લાકડાના ધોકા તથા પાઈપ વડે શરીરના નીચેના ભાગે માર માર્યો હતો જેથી કરીને સામતભાઈને ગંભીર ઈજા થયેલ હોય તેમનું મોત નીપજયું હતું.જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે.આ બનાવમાં વાંકાનેર તાલુકાનાં ભીમગુડા ગામે રહેતા પરબતભાઈ મોઢવાડિયાની ખાણમાંથી પથ્થર કાઢી વેપાર કરતા મૂળ ભાણવડ તાલુકના કાટકોણ ગામના રહેવાસી અને હાલમાં કુવાડવા ગામે આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુર (૪૩) એ આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, સજાભાઈ મેર અને ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ મળીને આઠ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા અને ભરત ઓડેદરાની ધરપકડ કરેલ છે અને આ ત્રણ આરોપીને કોર્ટમાં રજુ કરીને પોલીસે તેના બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે અને બાકીના પાચ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.ધંધાનો ખાર કે પછી નજીવી વાતમાં યુવાનની હત્યા કરવાના આ બનાવમાં પોલીસે આઠ પૈકીના ત્રણ આરોપીને ઝડપી લીધેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશાઓમાં વાંકાનેર તાલુકા પીઆઇ ડી.વી.ખરાડી અને તેની ટિમ તપાસ ચલાવી રહી છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સીએનજી પમ્પ નજીક રેંજ સિરામિક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા યશ મનોજભાઈ અદગામા (૨૧) રહે. કાલિકા પ્લોટ અને સાહિલ મહંમદખાન (૨૬) રહે.વીસીપરા ને ઇજાઓ થવાથી સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.