મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા નજીક પવનચક્કીમાંથી 3.35 લાખના કોપર કેબલ વાયરની ચોરી કરનારા ચાર શખ્સની ધરપકડ


SHARE















માળીયા (મી)ના બગસરા નજીક પવનચક્કીમાંથી 3.35 લાખના કોપર કેબલ વાયરની ચોરી કરનારા ચાર શખ્સની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીની પવનચક્કીમાંથી 670 મીટર કોપર કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 3,35,000 ની કિંમતના વાયરની ચોરી થઈ હોવા અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે ચાર શખ્સની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા મેઘુભા ભાણજીભા પરમાર (76)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલજીભાઈ મેજરાની, સંજયભાઈ મેજરાની, કિશનભાઇ મેજરાની અને પંકજભાઈ મેજરાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. 13/10 ના રાત્રીના 9:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 9:00 વાગ્યા સુધીના સમયગાળામાં કોઈપણ સમયે માળિયા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીની પવનચક્કી નંબર વીએમ-75 માં તાળું તોડી પવનચક્કીના 670 મીટર કોપર કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 3,35,000 ની કિંમતના વાયરની ચોરી થઈ હોવાથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી લાલજીભાઈ બાબુભાઈ મેજરાની (24), સંજયભાઈ વશરામભાઈ મેજરાની (22), કિશનભાઇ નાગજીભાઈ મેજરાની (28) અને પંકજભાઈ ચકુભાઈ મેજરાની (21) રહે. બધા લલીયાણા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News