મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન ભુજ ખાતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી સાંસદ પતંગ મહોત્સવ યોજાયો ટંકારા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નીરૂબેનનગરના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ રાહદારી યુવાનનું મોત


SHARE















માળીયા (મી)ના નીરૂબેનનગરના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ રાહદારી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના નીરૂબેનનગર ગામના પાટીયા પાસેથી યુવાન ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેને ઠોકર મારી હતી અને તેના છાતીના ભાગે તથા ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતક યુવાનના પત્ની દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા પૂજાબેન વસંતભાઈ દેલવાણીયા (35)એ હાલમાં અજાણ્યા ટ્રક ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળિયાના નીરૂબેનનગર ગામના પાટીયા પાસેથી તેઓના પતિ વસંતભાઈ કાનાભાઈ દેલવાણીયા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેને ઠોકર મારી હતી અને તેના છાતીના ભાગે તથા ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી ફરિયાદીના પતિનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો ટ્રક ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હોવાથી ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.વી.ચાવડા ચલાવી રહ્યા છે






Latest News