મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત
SHARE
મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત
મોરબીથી ઘણા લોકો દેવદર્શન માટે ઉત્તરાખંડ જાય છે ત્યારે આ મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વડાપ્રધાનને ઉત્તરાખંડ સુધીની ટ્રેન શરૂ કરવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો દેશભરમાં સિરામિક ઉદ્યોગના કારણે જાણીતો છે. અને અહીની ટાઈલ્સ વિશ્વના ખુણે ખુણે જાય છે. પરંતુ અફસોસની વાતએ છે કે મોરબીને લાંબા અંતરની એક પણ ટ્રેન મળી નથી. ત્યારે આ જીલ્લાના મધ્યવર્ગના લોકો પણ જીવનમાં ચારધામની યાત્રા કરી શકે તે માટે ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે પરંતુ ટ્રેનની સુવિધા ન હોવાથી લોકો ચારધામની યાત્રા કરી શકતા નથી. જેથી કરીને મોરબીથી ઉત્તરાખંડની સુધી અઠવાડિયામાં ત્રણ ટ્રેનની સુવિધા મળે તો મોરબી સહિત સૌરાષ્ટ્રના લોકોને ચારધામની યાત્રાનો લાભ મળી શકે છે. માટે મોરબીથી ઉત્તરાખંડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે.