મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન: શનાળાના ઉમિયાનગરમાં આજે નવરંગો માંડવો યોજાશે


SHARE















મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન: શનાળાના ઉમિયાનગરમાં આજે નવરંગો માંડવો યોજાશે

મોરબીના બગથળા ગામે આવેલા નકલંક મંદિરે દર વર્ષે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.2 નવેમ્બરના રોજ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કર્યું છે. અને સવારે 9:00 વાગ્યે મહાઆરતી અને અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 9:30 થી બગથળાની પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે 10 વાગ્યે સંતવાણી રાખવામા આવેલ છે જેમાં ભજનીક નારાયણ ઠાકર, હર્ષદ પટેલ અને લોકસાહિત્યકાર માનસૂર ગઢવી જમાવટ કરશે જેથી કરીને આ કાર્યક્રમનો સર્વે ભક્તોને લાભ લેવા માટે મંદિરના મહંત દમજી ભગતે આમંત્રણ પાઠવાયું છે.

નવરંગો માંડવો યોજાશે

મોરબીના શક્ત શનાળાના ઉમિયાનગર સોસાયટી ખાતે આજે તા. 25 ઓક્ટોબરને શુક્રવારે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો રાખવામા આવેલ છે. ત્યારે આજે સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન, સાંજે 6 કલાકે મહાપ્રસાદ, રાત્રે 9 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને ચાંદલીયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ હાજરી આપશે. આ રંગીલા મામાદેવના નવરંગા માંડવામાં પધારવા માટે પ્રવિણભાઈ માંડણભાઈ બારોટે સૌને આમંત્રણ પાઠવ્યું છે  






Latest News