મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત
મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થયેલ આધેડ અકસ્માતે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી 108 મારફતે તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે આધેડનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં જૂની શાક માર્કેટની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ નાનજીભાઈ હિરાણી (53) નામના આધેડ રફાળેશ્વર નજીક કામ ઉપર ગયા હતા અને ત્યાંથી તે પરત આવી રહ્યા હતા દરમિયાન રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસ રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને શરીરે ગંભીર ઇજા થયેલ છે જેથી તેને 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.